GSRTC Recruitment 2026 ની જાહેરાત ટૂંક સમયમાં. ડ્રાઈવર માટે 12 પાસ + 4 વર્ષ જૂનું લાયસન્સ, કંડક્ટર 12 પાસ, હેલ્પર ITI પાસ. ઉંમર 18-35 વર્ષ. નવા નિયમો, પરીક્ષા પેટર્ન, પગાર અને ઓનલાઈન ફોર્મ ની સંપૂર્ણ માહિતી અહીં વાંચો.

GSRTC Recruitment 2026 : સંપૂર્ણ માહિતી
GSRTC ભરતી 2026: નવી નોકરી મેળવે સોનેરી અવસર!
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ GSRTC દ્વારા 2026 માં મોટી ભરતી થવાની છે. આ વખતે ભરતી પ્રક્રિયા પારદર્શક અને આધુનિક બનાવવામાં આવી છે. નવા નિયમો સરળ અને સ્પષ્ટ છે. 12 પાસ અને ITI પાસ ઉમેદવારો માટે આ સરકારી નોકરી મેળવવાની ગોલ્ડન ચાન્સ છે.
GSRTC Recruitment 2026 -મુખ્ય અપડેટ્સ:
- વર્તમાન પડકારો: જૂના નિયમો હટાવી દેવાયા છે.
- નવા નિયમો: સરળ અને સ્પષ્ટ પ્રક્રિયા.
- પારદર્શક અને આધુનિક પ્રક્રિયા: OMR આધારિત પરીક્ષા અને DV.
પોસ્ટ અને વિગતો – GSRTC Recruitment 2026
ડ્રાઈવર
- લાયકાત: 12 પાસ
- ઉંમર: 25 થી 35 વર્ષ
- મુખ્ય જરૂરિયાત: 4 વર્ષ જૂનું હેવી લાયસન્સ + બેજ ફરજિયાત
- મેરિટ પદ્ધતિ:
40% લિખિત પરીક્ષા
60% ડ્રાઈવિંગ ટેસ્ટ
GSRTC Recruitment 2026 – Negative Point
જો તમારું હેવી લાયસન્સ 4 વર્ષ જૂનું નથી, તો તમે ફોર્મ ભરી શકશો નહીં. આજે જ RTO માં ચેક કરો. ઘણા ઉમેદવાર ફક્ત આ એક કારણે બહાર થઈ જાય છે.
કંડક્ટર
- લાયકાત: 12 પાસ
- ઉંમર: 18 થી 35 વર્ષ
- મુખ્ય જરૂરિયાત: વેલિડ કંડક્ટર લાયસન્સ + બેજ
- પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર: દરેક ઉમેદવાર માટે OMR આધારિત લિખિત પરીક્ષા ફરજિયાત છે. પહેલા ફક્ત ઈન્ટરવ્યુ હતો, હવે પરીક્ષા આપવી પડશે.
Important:
કંડક્ટર લાયસન્સ કઢાવવા માટે પહેલા 12 પાસ + ફર્સ્ટ એઈડ સર્ટિફિકેટ જોઈએ. હજુ લાયસન્સ નથી તો આજે જ પ્રોસેસ ચાલુ કરો. જાહેરાત આવે ત્યારે ટાઈમ નહીં મળે.
હેલ્પર
લાયકાત: ITI પાસ – Various Trades
મુખ્ય જરૂરિયાત: સંબંધિત ટ્રેડનું સર્ટિફિકેટ
મેરિટ પદ્ધતિ:
- 90% લિખિત પરીક્ષા
- 10% એપ્રેન્ટિસશિપ
GSRTC Recruitment 2026 – Positive Point:
ITI પાસ ઉમેદવારો માટે આ સૌથી સહેલી સરકારી નોકરી છે. 90% વેટેજ લિખિત પરીક્ષા પર છે એટલે સારી તૈયારી કરો તો સિલેક્શન પાક્કું.
GSRTC Recruitment 2026 : સિલેક્શન પ્રક્રિયા
- ઓનલાઈન ફોર્મ: ojas.gujarat.gov.in અથવા gsrtc.in પર ભરાશે.
- લિખિત પરીક્ષા: OMR આધારિત MCQ ટેસ્ટ. ગુજરાતી, ગણિત, સામાન્ય જ્ઞાન.
- ડ્રાઈવિંગ/સ્કિલ ટેસ્ટ: ડ્રાઈવર માટે હેવી વાહન ટેસ્ટ.
- હેલ્પર માટે ટ્રેડ ટેસ્ટ. ડોક્યુમેન્ટ વેરિફિકેશન (DV): બધા ઓરિજિનલ ડોક્યુમેન્ટ ચેક થશે.
- મેડિકલ ટેસ્ટ: ફિટનેસ સર્ટિફિકેટ જરૂરી.
GSRTC Recruitment 2026 – પગાર ધોરણ 2026 – અંદાજિત
- ડ્રાઈવર/કંડક્ટર: ₹19,900 થી ₹25,000 + ભથ્થાં શરૂઆતમાં. 5 વર્ષ પછી ₹35,000+ થઈ જાય.
- હેલ્પર: ₹18,000 થી ₹22,000 + ભથ્થાં.
- સરકારી નોકરી ના બધા લાભ – DA, HRA, પેન્શન, મેડિકલ સુવિધા મળશે.
GSRTC Recruitment 2026 – જરૂરી ડોક્યુમેન્ટ લિસ્ટ
- ધોરણ 10-12 માર્કશીટ
- હેવી ડ્રાઈવિંગ લાયસન્સ / કંડક્ટર લાયસન્સ + બેજ
- ITI માર્કશીટ અને સર્ટિફિકેટ – હેલ્પર માટે
- જન્મ તારીખ નો દાખલો
- આધાર કાર્ડ જાતિ નો દાખલો – EWS/SEBC/SC/ST માટે
- નોન-ક્રિમિલેયર સર્ટિફિકેટ – OBC માટે
- અનુભવ સર્ટિફિકેટ – જો હોય તો
GSRTC Recruitment 2026 – તૈયારી આજે કરો, સફળતા કાલે ની તમારી!
જાહેરાત “ટૂંક જ સમયમાં” આવશે. એટલે રાહ ના જુઓ.
- ડ્રાઈવર: રોજ 2 કલાક ડ્રાઈવિંગ પ્રેક્ટિસ કરો.
- 8 ની આકૃતિ અને રિવર્સ પાર્કિંગ પાક્કું કરો.
- કંડક્ટર: ગુજરાતી વ્યાકરણ, ગણિત અને ગુજરાત GK ના 500 MCQ તૈયાર કરો.
- હેલ્પર: ITI ટ્રેડ થિયરી + એપ્ટિટ્યુડ ની તૈયારી ચાલુ કરો.
GSRTC જેવી સરકારી નોકરી માત્ર રોજગાર પૂરતી સીમિત નથી, પરંતુ તે એક સુરક્ષિત અને સ્થિર જીવનશૈલી તરફનો માર્ગ છે. આ નોકરીમાં નિયમિત પગાર, મોંઘવારી ભથ્થું (DA), મકાન ભથ્થું (HRA) અને મેડિકલ સુવિધાઓ જેવી અનેક સુવિધાઓ મળે છે, જે પરિવાર સાથે આરામદાયક જીવન જીવવા માટે મદદરૂપ બને છે. સમયસર પગાર અને નોકરીની સુરક્ષા હોવાથી ભવિષ્ય માટે આર્થિક આયોજન સરળ બને છે. ખાસ કરીને ડ્રાઈવર અને કંડક્ટર માટે પ્રમોશનની તક પણ ઉપલબ્ધ હોય છે, જેના કારણે કરિયર ગ્રોથ શક્ય બને છે.
આ ઉપરાંત, સરકારી નોકરીમાં પેન્શન અને રિટાયરમેન્ટ લાભો મળતા હોવાથી નિવૃત્તિ પછી પણ આર્થિક સ્થિરતા જળવાઈ રહે છે. GSRTC જેવી સંસ્થા સાથે કામ કરવાનો ગર્વ અને સમાજમાં માન-સન્માન પણ મળે છે. વર્ક-લાઇફ બેલેન્સ પણ સારો રહે છે, જેથી વ્યક્તિ પોતાનો અને પરિવારનો સમય સારી રીતે મેનેજ કરી શકે છે. કુલ મળીને, GSRTC ની નોકરી એક સુરક્ષિત, સન્માનજનક અને લાંબા ગાળાના સ્થિર ભવિષ્ય માટે શ્રેષ્ઠ વિકલ્પ છે.
સચોટ માહિતી, સમયસર અપડેટ, નિષ્પક્ષ માર્ગદર્શન માટે અમારી સાથે જોડાયેલા રહો.
જો તમે આવી જ સરકારી નોકરી અને GSRTC ભરતી જેવી માહિતી જોઈ રહ્યા છો તો naukridhandhakhabar પર તમને સરકારી જોબ માટેની તમામ માહિતી મળતી રહેશે તે માટે નીચેની લિંક ઓપન કરો અને વાંચો.
https://naukridhandhakhabar.com/sbi-apprentice-2026-selection-secret/
