છેલ્લી તક @₹15000 પગાર. SBI Apprentice 2026 હેઠળ કુલ 7,150 જગ્યા માટે ઓનલાઈન ફોર્મ ચાલુ થઈ ગયા છે. તમે બેંક માં કરિયર બનાવવા માંગો છો

તો આ તમારા માટે ગોલ્ડન ચાન્સ છે. છેલ્લી તારીખ 8 જૂન 2026 છે. આજે 21 મે છે એટલે ફોર્મ ભરવા માટે ફક્ત 18 દિવસ બાકી છે.આ આર્ટિકલ માં તમને SBI Apprentice 2026 ની A to Z માહિતી મળશે – લાયકાત, ઉંમર, ફી, પગાર, સિલેબસ, ફોર્મ કેવી રીતે ભરવું અને સૌથી મહત્વ નું કે આ નોકરી કાયમી છે કે નહીં.
SBI Apprentice 2026: ભરતી ની એક નજર માં માહિતી
https://sbi.bank.in/web/careers/current-openings
ભારતીય સ્ટેટ બેંક દર વર્ષે Apprentices Act, 1961 હેઠળ એપ્રેન્ટિસ ની ભરતી કરે છે. આ વર્ષે Advertisement No. CRPD/APPR/2026-27/07 બહાર પાડવામાં આવ્યો છે.
| વિગત | સંપૂર્ણ માહિતી |
| ભરતી બોર્ડ | State Bank of India – SBI |
| પોસ્ટ નું નામ | Apprentice – એપ્રેન્ટિસ |
| કુલ જગ્યા | 7,150 |
| ગુજરાત માટે જગ્યા | 217 જગ્યા |
| નોકરી નો પ્રકાર | 1 વર્ષ ની ટ્રેનિંગ – કોન્ટ્રાક્ટ બેઝ |
| ફોર્મ શરૂ તારીખ | 19 મે 2026 |
| ફોર્મ છેલ્લી તારીખ | 8 જૂન 2026, રાત્રે 11:59 વાગ્યા સુધી |
| ફી ભરવા ની છેલ્લી તારીખ | 8 જૂન 2026 |
| ઓનલાઈન પરીક્ષા | જુલાઈ 2026 અંદાજિત |
| એડમિટ કાર્ડ | પરીક્ષા ના 10 દિવસ પહેલા |
| ઓફિશિયલ વેબસાઈટ | sbi.bank.in |
SBI Apprentice 2026 – મહત્વ ની નોંધ
SBI એ સ્પષ્ટ કર્યું છે કે 1 વર્ષ ની Apprenticeship પૂરી થયા પછી ઉમેદવાર ને બેંક માં કાયમી નોકરી કે રેગ્યુલર અપોઈન્ટમેન્ટ આપવા ની કોઈ ગેરંટી નથી. જોકે, ભવિષ્ય માં SBI માં જુનિયર એસોસિયેટ એટલે કે ક્લાર્ક ની ભરતી આવે ત્યારે SBI Apprentice પૂરી કરેલ ઉમેદવાર ને મેરિટ માં 2.5% વધારાના બોનસ માર્ક્સ મળે છે. આ સૌથી મોટો ફાયદો છે.
SBI Apprentice 2026 માટે લાયકાત શું જોઈએ? Eligibility Criteria
SBI Apprentice 2026 માટે ફોર્મ ભરતા પહેલા આ 3 શરત ચેક કરી લો.
- શૈક્ષણિક લાયકાત: ઉમેદવાર માન્ય યુનિવર્સિટી માંથી કોઈ પણ વિષય માં ગ્રેજ્યુએટ હોવો જોઈએ. B.A, B.Com, B.Sc, B.E, B.Tech બધા ચાલે. ગ્રેજ્યુએશન માં ટકાવારી ની કોઈ શરત નથી. Pass હોવ તો ચાલે. 31 માર્ચ 2026 સુધી માં ગ્રેજ્યુએશન પૂરું થયેલું હોવું જોઈએ.
- ઉંમર મર્યાદા: 30 એપ્રિલ 2026 ના રોજ ઉમેદવાર ની ઉંમર ઓછા માં ઓછી 20 વર્ષ અને વધુ માં વધુ 28 વર્ષ હોવી જોઈએ. એટલે જન્મ તારીખ 01 મે 1998 થી 30 એપ્રિલ 2006 ની વચ્ચે હોવી જોઈએ. ઉંમર માં છૂટછાટ: SC/ST ને 5 વર્ષ, OBC ને 3 વર્ષ, PwBD ને 10 થી 15 વર્ષ ની છૂટ મળે છે. વિધવા અને છૂટાછેડા લીધેલ મહિલા ને પણ 35 વર્ષ સુધી છૂટ મળે છે.
- સ્થાનિક ભાષા: ઉમેદવાર એ જે રાજ્ય/UT માટે અરજી કરી હોય ત્યાં ની સ્થાનિક ભાષા વાંચતા, લખતા અને બોલતા આવડવી જોઈએ. ગુજરાત માટે અરજી કરો તો ગુજરાતી આવડવું જરૂરી છે. 10 ધોરણ માં ગુજરાતી વિષય હોય તો પુરાવા તરીકે માર્કશીટ ચાલશે. નહીંતર બેંક ભાષા ની ટેસ્ટ લેશે.
SBI Apprentice 2026: કેટેગરી વાઈઝ જગ્યા ની માહિતી
| કેટેગરી | જગ્યા |
| General – UR | 3086 |
| OBC | 1672 |
| SC | 1107 |
| ST | 586 |
| EWS | 699 |
| કુલ | 7150 |
SBI Apprentice 2026 – PwBD માટે 4% જગ્યા દરેક કેટેગરી માં રિઝર્વ છે. ગુજરાત ની 217 જગ્યા નું ડિસ્ટ્રિક્ટ વાઈઝ લિસ્ટ નોટિફિકેશન PDF માં આપેલ છે.SBI Apprentice Salary 2026: પગાર અને ફાયદા શું મળશે?
SBI Apprentice Salary 2026: પગાર અને ફાયદા શું મળશે?
SBI Apprentice ને બેંક ના રેગ્યુલર કર્મચારી જેવા ફાયદા મળતા નથી. આ એક ટ્રેનિંગ પ્રોગ્રામ છે.
- માસિક સ્ટાઈપેન્ડ: પસંદ થયેલા ઉમેદવાર ને 1 વર્ષ સુધી દર મહિને ₹15,000 સ્ટાઈપેન્ડ મળશે.
- આમાંથી કોઈ PF કે ESI કપાશે નહીં. પૂરા 15000 હાથ માં આવશે.
- બીજા ભથ્થા: મેડિકલ, HRA, DA, ટ્રાન્સપોર્ટ એલાઉન્સ, લોન સુવિધા, પેન્શન, ગ્રેજ્યુઇટી જેવા કોઈ લાભ મળશે નહીં.
- કામ ના કલાક: રોજ ના 6 કલાક ટ્રેનિંગ. બેંક ના ટાઈમ મુજબ શિફ્ટ રહેશે.
- સૌથી મોટો ફાયદો: 1 વર્ષ ની ટ્રેનિંગ સફળતા પૂર્વક પૂરી કર્યા પછી તમને SBI તરફ થી Apprenticeship સર્ટિફિકેટ મળશે. ભવિષ્ય માં SBI Clerk ભરતી 2026 કે 2027 આવે ત્યારે આ સર્ટિફિકેટ ધરાવતા ઉમેદવાર ને મેઈન પરીક્ષા ના કુલ માર્ક્સ માં 2.5% બોનસ માર્ક્સ ઉમેરવામાં આવશે. 100 માંથી 2.5 માર્ક્સ સીધા વધી જાય.
SBI Apprentice 2026 Selection Process: સિલેક્શન કેવી રીતે થશે?
સિલેક્શન પ્રોસેસ 2 તબક્કા માં છે. કોઈ ઇન્ટરવ્યૂ નથી.
તબક્કો 1: ઓનલાઈન લેખિત પરીક્ષા – 100 માર્ક્સ
SBI Apprentice 2026 – કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ હશે. કુલ 100 સવાલ, 100 માર્ક્સ, 60 મિનિટ. દરેક ખોટા જવાબ માટે 1/4 માર્ક્સ નેગેટિવ માર્કિંગ છે.
| વિષય | સવાલ | માર્ક્સ | સમય |
| General/Financial Awareness | 25 | 25 | 15 મિનિટ |
| General English | 25 | 25 | 15 મિનિટ |
| Quantitative Aptitude | 25 | 25 | 15 મિનિટ |
| Reasoning Ability & Computer | 25 | 25 | 15 મિનિટ |
| કુલ | 100 | 100 | 60 મિનિટ |
તબક્કો 2: સ્થાનિક ભાષા ની ટેસ્ટ
લેખિત પરીક્ષા પાસ કર્યા પછી જે રાજ્ય માટે અરજી કરી હશે તે રાજ્ય ની ભાષા ની ટેસ્ટ લેવાશે. આ ટેસ્ટ ફક્ત ક્વોલિફાઈંગ છે. તેના માર્ક્સ ફાઈનલ મેરિટ માં નહીં ગણાય. જો તમે 10મા કે 12મા ધોરણ માં સ્થાનિક ભાષા ભણ્યા હોવ અને માર્કશીટ માં દર્શાવેલ હોય તો આ ટેસ્ટ આપવા ની જરૂર નથી.
ફાઈનલ મેરિટ લિસ્ટ ફક્ત ઓનલાઈન ટેસ્ટ ના માર્ક્સ પર થી બનશે. રાજ્ય વાઈઝ અને કેટેગરી વાઈઝ કટ-ઓફ બહાર પડશે.
SBI Apprentice 2026 Apply Online: ફોર્મ કેવી રીતે ભરવું? Step by Step
ફોર્મ ભરવા ની છેલ્લી તારીખ 8 જૂન 2026 છે. છેલ્લા દિવસે સાઈટ સ્લો થાય છે એટલે આજે જ ભરી દો.
જરૂરી ડોક્યુમેન્ટ: ફોટો, સહી, ગ્રેજ્યુએશન માર્કશીટ, ઉંમર નો પુરાવો, જાતિ નો દાખલો, આધાર કાર્ડ. બધા સ્કેન કરી ને તૈયાર રાખો.
- Google માં “SBI Careers” સર્ચ કરો. sbi.bank.in વેબસાઈટ ખોલો.
- Step 2: “Current Openings” પર ક્લિક કરો.
- Step 3: “Engagement of Apprentices Under The Apprentices Act, 1961” વાળી જાહેરાત શોધો અને “Apply Online” પર ક્લિક કરો.
- Step 4: “Click here for New Registration” પર ક્લિક કરી ને બેઝિક ડિટેલ ભરી ને રજીસ્ટ્રેશન કરો. Registration Number અને Password સાચવી રાખો.
- Step 5: લોગિન કરી ને ફુલ ફોર્મ ભરો. ફોટો અને સહી અપલોડ કરો.
- Step 6: ફી ભરો. General/OBC/EWS માટે ₹300 છે. SC/ST/PwBD માટે ફી ફ્રી છે.
- Step 7: ફોર્મ ફાઈનલ સબમિટ કર્યા પછી તેની પ્રિન્ટ કાઢી ને સાચવી રાખો.
SBI Apprentice 2026 – મહત્વ ના સવાલ – FAQ
SBI Apprentice કાયમી નોકરી છે કે નહીં?
ના. આ ફક્ત 1 વર્ષ ની ટ્રેનિંગ છે. 1 વર્ષ પછી કોન્ટ્રાક્ટ આપોઆપ પૂરો થઈ જશે. બેંક તમને કાયમી નોકરી આપવા બંધાયેલી નથી.
તો લોકો ફોર્મ કેમ ભરે છે?
કારણ કે 1 વર્ષ SBI માં કામ કરવા નો અનુભવ મળે. બેંકિંગ નું કામ શીખવા મળે. અને સૌથી મોટો ફાયદો – ભવિષ્ય માં SBI Clerk ની ભરતી આવે ત્યારે 2.5% બોનસ માર્ક્સ મળે. આ 2.5 માર્ક્સ થી લાખો છોકરા નું સિલેક્શન થઈ જાય છે.
એક થી વધુ રાજ્ય માં ફોર્મ ભરી શકાય?
ના. એક ઉમેદવાર ફક્ત એક જ રાજ્ય/UT માટે અરજી કરી શકે છે. એક થી વધુ અરજી કરશો તો બધા ફોર્મ રિજેક્ટ થઈ જશે.
પરીક્ષા ક્યારે લેવાશે?
ઓફિશિયલ નોટિફિકેશન મુજબ ઓનલાઈન પરીક્ષા જુલાઈ 2026 માં લેવાય તેવી શક્યતા છે. ચોક્કસ તારીખ એડમિટ કાર્ડ પર જાહેર થશે.
SBI Apprentice 2026 તૈયારી કેવી રીતે કરવી?
100 માંથી 60+ સ્કોર સેફ છે. દરરોજ 2 કલાક General Awareness, 1 કલાક Maths અને 1 કલાક Reasoning ની પ્રેક્ટિસ કરો. Adda247 અને Testbook ની ફ્રી મોક ટેસ્ટ આપો.
મિત્રો, 8 જૂન 2026 છેલ્લી તારીખ છે. 7150 જગ્યા છે. 18 દિવસ માં ફોર્મ ભરી ને તૈયારી ચાલુ કરી દો. આ પોસ્ટ તમારા મિત્રો ને શેર કરજો જેથી કોઈ ને ફાયદો થાય.
